સાચું જીવન
સાચું જીવન
ખોટા કારણો થકી જિંદગી હોય છે પરેશાન
જીવતા જો આવડે સાચી રીતે, તો જીવન છે આસાન,
કાળી કમાણીને ભલે ને રાખો દીવાલોમાં ચણી
ફૂટે છે કાળા કર્મો અને પછી હોય છે જેલની દીવાલોમાં સ્થાન,
ગમે તેટલું ભાગી લ્યો, કરી લ્યો ગમે તેટલી દોડાદોડી
આખરે તો ભીતરમાં જ મળે છે, સુખી જિંદગીનું અનુસંધાન,
કેટકેટલાયે ધર્મો, કેટકેટલાયે સંપ્રદાયો, કેટકેટલાયે વાડાઓની છે ભરમાર
પરમતત્વ છે એક માત્ર,એ જ છે સાચી જિંદગીનું જ્ઞાન,
જીવી શકીએ જો જિંદગી નૈતિકતા ભરી, કુદરત અને સત્વને સંગ,
રંગ પરમતત્વના ભળશે, જીવનને મળી રહેશે સાચું સન્માન.
