Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi Patel

Inspirational

4.0  

Purvi Patel

Inspirational

સાચી સમૃદ્ધિ

સાચી સમૃદ્ધિ

1 min
164


ઝાડ પરથી રૂપિયા મળે તો ?

ફળની જેમ એને તોડી શકાય તો ?

થયું ને આશ્ચર્ય ! પણ હા,સાચું જ છે,

ખરેખર તો બીજરૂપી ધન જ,

જમીનમાં દાટી વૃક્ષ ઉગાડી શકાય,

આ ધન ફક્ત રૂપિયાવાળું ધન નથી,

આતો સાચી સમૃદ્ધિનું ધન છે,


વૃક્ષ પરથી જ ફળરૂપી ધન મેળવી શકાય,

આપણાં પૂર્વજો હતાં કેટલાં દીર્ઘદ્રષ્ટા,

અને એટલે જ,

પૂર્વજો દાટી ગયાં બીજધન ધરતીમાં,

આજે આપણે મેળવીએ ફળરૂપી ધન,


હા, સાચી જ વાત છે એકદમ,

બીજરૂપી ધન રહે છે કાયમ અહીં,

ને એક બીજમાંથી જ અનેકરૂપે,

ફળ આપે છે આપણને,


સાચુંકલું ધન તો બીજ જ છે દોસ્તો,

કરીશું સંવર્ધન બીજનું તો જ,

સાચી મૂડી જમા કરી કહેવાશે,

ને નવી પેઢીને,

સાચાં અર્થમાં સમૃધ્ધિ આપી શકીશું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational