રૂદન
રૂદન
રૂદનમાં ડૂબેલી આ આંખો
હજુ રાહ જોતી રડે છે,
તારા આવવાની વાટમાં
ઘરમાં આમતેમ દોડે છે,
નિરાશાનો છવાતો અંધકાર હવે
તેના વિશ્વાસને તોડે છે,
પીડાથી થાકેલું શરીર પણ હવે
તેના મનને સતત કોશે છે,
લાગણીને મૌનમાં દબાવીને
એના હોઠો આજે પણ ધ્રૂજે છે,
ડેલીએ ઊભી ઊભી એક
ખાલી રસ્તા પર વ્હાલને ખોજે છે.
