સફર
સફર
નિગૂઢ અને અકળ આ સંબંધોના આકાશમાં
હવે ઉડાન ભરવાનું શરૂ કર્યું છે,
વિશ્વાસને અસ્તિત્વનો આધાર માની
નવી રાહ પર ચાલવાનું શરૂ કર્યું છે,
તૂટતાં સપનાંની પીડાને ભૂલી
નવા સપનાં જોવાની આદત પાડી છે,
શીખવાડી દીધું છે જિંદગીએ હવે
આ અનુભવોના દરિયામાં તરતાં.
-મિતિકાબા