યાદો નું સંભારણું
યાદો નું સંભારણું
કોઈ દૂર વડલાની ડાળેથી
કલરવ સંભળાય રહ્યો છે,
જાણે ઓસરી ગયેલી યાદો,
ફરી પંખી બની ઊડી રહી છે.
ભીતરની દુનિયાની કડવાહટ ભુલી,
જાણે કોઈ પ્રેમની મીઠાશ ઘોળી રહ્યું છે,
મનનાં બંધ બારણાં પર કોઈ,
જાણે લાગણીની ટકોર કરી રહ્યું છે.
ભુતકાળની ભુલોના અંધકારમાં કોઈ,
જાણે સ્નેહનું ચિત્ર દોરી રહ્યું છે,
પોતાનાથી દૂર થયેલું કોઈ પાત્ર,
જાણે નજર સામે તરવર થઈ રહ્યું છે.
