રૂડો ફાગણિયો
રૂડો ફાગણિયો
ફાગણિયો લહેરાયો રૂડો ફાગણિયો
કેસુડાની કળીએ બેસી ખીલ્યો
રૂડો ફાગણિયો...
અબીલ ગુલાલના રંગો સાથે
રંગોની મસ્તી લાવ્યો
રૂડો ફાગણિયો...
હોળી ધૂળેટીના રંગોની સાથે
વસંતી વાયરા લાવ્યો
રૂડો ફાગણિયો....
ખજૂર ધાણીની ઉજાણી સાથે
પતાસા લ્હાણમાં લાવ્યો
રૂડો ફાગણિયો...
સંગીતની મહેફિલ સાથે
આજ રંગમાં એ રંગાયો
રૂડો ફાગણિયો.
