રુદ્રાક્ષ
રુદ્રાક્ષ
ઘડપણમાં યાદ આવ્યું
શિવજીનું નામ
આંગળીનાં ટેરવે
રમે રૂદ્રાક્ષના જાપ.
શ્રધ્ધા, વિશ્વાસની
લીધી છે ઝોળી.
જીવનો શિવ બેઠો
છે અંગે ભભૂત લગાવી.
શિવ શિવ જપતા
શરણ શિવશંકર
મહાદેવનું આવે.
૧૦૮ શિવ નામથી
બંધાયો રુદ્રાક્ષ પારો
એકમુખી, દ્વી મુખી,
પંચમુખી કહેવાયો
અંતે એ જાપ જપતા
જપતા રુદ્રાક્ષ કહેવાયો.
