રસોડું મારી પ્રયોગશાળા
રસોડું મારી પ્રયોગશાળા
રસોડું તો જાણે મારી પ્રયોગશાળા,
અવનવું બનાવી હું જાણું,
ચણાની દાળમાંથી
ક્યારેક બનવું ઢોકળા,
ક્યારેક બનવું ભજીયા,
ક્યારેક બનાવું વડા,
તો ક્યારેક બનાવું દાળ,
આમ રસોડું મારી પ્રયોગશાળા,
નવા અખતરા કરું રોજ,
ઘઉંના લોટની પૂરી બનાવું,
ક્યારેક બનાવું હું રોટલી,
ક્યારેક બનાવું શીરો,
તો ક્યારેક બનાવું સુખડી,
રસોડું મારી પ્રયોગશાળા,
નવા અખતરા કરું હું રોજ,
જીવન પણ રસોઈ જેવું,
ઉદાસીને હું ખુશીમાં ફેરવું,
કડવાશને મીઠાશમાં ફેરવું,
ખટાશમાં મીઠાશ ઉમેરી સ્વાદ બદલાવી લઉં છું,
તીખાશમાં થોડું ગળપણ ઉમેરી,
વાનગીની મજા લઉં છું,
જિંદગીની અવનવી વાનગીઓનો સ્વાદ લઉં છું,
ગુસ્સાની કડવાશમાં હેતની સાકર ઉમેરી દઉં છું,
તકરાર લડાઈની તીખાશમાં,
હું પ્રેમનું ગળપણ ઉમેરી દઉં છું,
આમ જીવનની દરેક વાનગીને હું ખુશી ખુશી આરોગી લઉં છું.
