રસમ
રસમ
1 min
509
નિયમોના રિવાજ અને રસમની વાત રહેવા દે,
પ્રેમ સાચો હોય તો કોઈ કસમની વાત રહેવા દે !
શંકાઓ સઘળી ઓગળે સત્યની જલદતામાં પછી,
નકાબમાં છુપાયેલા ભેદ ભરમની વાત રહેવા દે !
હવે તો ફળ ભોગવ્યે જ છૂટકો આવનારા દિવસોમાં,
પાપ, પુણ્ય પછી થયેલા કરમની વાત રહેવા દે !
ઈમાન મૈખાનાનું શુ જાણે મસ્જિદમાં બેઠેલો શેખ,
ભેરવાયો ખુદ ખુદા એ ધરમની વાત રહેવા દે !
તું બેગુનાહ છે તો મારી આંખમાં આંખ નાખી વાત કર,
રસમના ઓઠા હેઠળ તું શરમની વાત રહેવા દે !
આ "પરમ" નો વિસ્તારે ક્ષિતિજ જેવી ફેલાયેલી રસમો,
મારા "પાગલ" નાં ભેદી મરમની વાત રહેવા દે.