રોલ મોડેલ
રોલ મોડેલ
મારા માતા પિતાને કેળવ્યા છે તમે,
ઘણું બધું પ્રેમથી શીખવ્યું છે મને.
ડગલે ને પગલે પ્રેમ આપ્પો છે તમે,
ઘોડો બનીને સવારી કરાવી છે મને.
દુનિયાના દરવાજા બતાવ્યા છે તમે,
સાચા માર્ગે હંમેશાં ચલાવ્યો છે મને.
સદાય મીઠો ઠપકો આપ્યો છે તમે,
પ્રેમથી પંપાળીને ટપલી મારી છે મને.
પરિશ્રમ થકી સંસ્કાર આપ્પા છે તમે,
ઈશ્વર બનીને સાચું જ્ઞાન આપ્પુ છે મને.
મારા માટે 'વાલમ' શ્રેષ્ઠ દાદા છો તમે,
રોલ મોડેલ બની પાઠ ભણાવ્યા છે મને.
