STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Inspirational

3  

Kaushik Dave

Drama Fantasy Inspirational

રંગોનો તહેવાર- હોળી

રંગોનો તહેવાર- હોળી

1 min
227

હરિ શરણે પ્રહલાદે રહીને,

પ્રભુને હરરોજ ભજ્યો રે,


પૂર્વ સંસ્કારનું ભાથું સાથે,

હરિના દર્શન કરીયો રે, 


રાક્ષસ કુળમાં જન્મ લીધો,

પ્રભુને સમર્પિત થયો રે,


હરિના નામે ક્રોધે ભરાતો,

પિતા હિરણ્યકશ્યપુનો સંતાપ વેઠ્યો રે,


છતાં પણ હરિનું સ્મરણ ને ભજન,

દિલમાં રાખી કર્યું રે,


ફોઈ હોલિકાએ પ્રહલાદને લઈ ને,

અગ્નિ ચિતામાં બેઠી રે,


વ્હારે આવ્યા પ્રહલાદ ના પ્રભુજી,

અગ્નિથી રક્ષા કરી રે,


એ દિવસના ઉત્સવને,

હોળી મહોત્સવ કર્યો રે,


અસત સામે સતનો વિજય,

હોળી ના દિને થયો રે,


રંગબરસે ગીતો ગાતા ગાતા,

એ ઉત્સવ લોક મનાવે રે,


રંગબેરંગી રંગોનો તહેવાર,

હોળી મહોત્સવ આવ્યો રે,


ઠંડાઈ, ભાંગ ને ધાણી ખજૂરથી,

રંગોનો તહેવાર મનાવે રે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama