રમત
રમત
વિધાતાની હર ચાલને,
માત્ર પ્રેક્ષક બનીને
નિહાળ્યા કરવાને બદલે,
હું સામી ચાલ ચાલવામાં માનું છું.
જીતી જાઉં છું તો
ઈશ્વરનો ઉપકાર ગણું છું,
ને હારી જાઉં છું તો
લડત આપ્યાનો આનંદ માણું છું,
રમત રમ્યા વગર જ
હાર સ્વીકારવામાં હું નથી માનતો.
વિધાતાની હર ચાલને,
માત્ર પ્રેક્ષક બનીને
નિહાળ્યા કરવાને બદલે,
હું સામી ચાલ ચાલવામાં માનું છું.
જીતી જાઉં છું તો
ઈશ્વરનો ઉપકાર ગણું છું,
ને હારી જાઉં છું તો
લડત આપ્યાનો આનંદ માણું છું,
રમત રમ્યા વગર જ
હાર સ્વીકારવામાં હું નથી માનતો.