રક્ષાબંધન
રક્ષાબંધન


જેલમાંના કેદીઓનું કરતું
હૃદય પરિવર્તન,
એવું પારસમણિ છે આ
રક્ષાબંધન....!
ઘણા ગુનેગારોનું સુધરી ગયું
જીવન,
એ પવિત્ર ધાગે તોડ્યા
ગુનાઓના બંધન....!
બેનની લાગણીનું લીંપણ
રક્ષા બનીને સદા રહેતું,
ભાઈના હસ્ત મંડળમાં....!
ભાઈ પણ પડછાયો બની
રક્ષતો,
બેનીના જીવન સંસારમાં....!
તેથીજ ભાઈ-બહેનનો આ
પર્વ છે ન્યારો,
એકમેકની હૂંફથી સર્જાશે
સુંદર જન્મારો.....!
જીવનની હરેક ક્ષણોમાં
પરસ્પર,
નિભાવી જાણે છે નિ:સ્વાર્થ
પ્રેમ.....!
એટલે જ તો રક્ષાબંધન છે
ભાઈ બહેનનો અજોડ પ્રેમ....!
રહે સદા હરેક ભાઈ-બહેનની
જોડી મીઠી,
જિંદગી જીવાશે તેથી જ મીઠી...!