રક્ષાબંધન
રક્ષાબંધન


રાખડીના તાંતણે બંધાયો ભાઈ બેનીનો પ્રેમ
કરજો પ્રભુ રહેમ ના તોડે સબંધ કોઈ વહેમ
રાખજો ભાઈને ક્ષેમ કુશળ કરજો એની રક્ષા
બસ આજ માંગુ તમારી પાસે આ જ અપેક્ષા
ભાઈ તમે નિભાવજો રાખડીના બંધન ને
ના ભૂલી જજો બેનીના અઢળક પ્રેમને
નથી મારી રાખડી કાચા ધાગાની
છે એ તો નિશાની જનમોજનમના સ્નેહની.