રજૂઆત
રજૂઆત


સાંકરને ઘોળીને પીવા દે, એના મીઠેરા રસને પામવા દે,
મીઠાને જરા પ્રમાણમાં પડવા દે, સ્વાદમાં જરા સુગંધ ભળવા દે,
માંગણી નથી, રજૂઆત છે એક નાની, મને મારા જ આકાશમાં ઉડવા દે,
શાંતિની શોધમાં નીકળેલા આ માનવીને, બસ 'માં' ના પાલવમાં પોઢવા દે,
શ્વાસની જ તો વાત ભલા માણસ, જીવતા જીવત બસ સૂકુંનની એક સાંસ જ લેવા દે.