STORYMIRROR

Pranav Kava

Abstract Others

3  

Pranav Kava

Abstract Others

રિવાજ નથી

રિવાજ નથી

1 min
250

અમારે અહીં સંધ્યા ઢળતા જવાનો રિવાજ નથી,

એ..! આવજો કહેવાનો રિવાજ નથી,


રિસામણે રહેતા અહીં સૌ વારંવાર બનીને,

મનાવતા રહેવાનો કોઈ રિવાજ નથી,


જમવાનું અહીં સૌને પેટ ભરીને,

આગ્રહ ના કરે એવો કોઈ રિવાજ નથી,


સુગમ સરળતા અહીં સૌની પાખડી,

હસે નહીં તો રડાવવાનો કોઈ રિવાજ નથી,


આનંદ ઉલ્લાસમાં ને હળતા મળતા,

અહીં જુદા રહેવાનો કોઈ રિવાજ નથી,


આપો સૌ વસ્તુ લાયક ઠરી છે,

માંગતા રહેવાનો અહીં કોઈ રિવાજ નથી,


'પ્રણવની કલમે' રિવાજ નવો બનાવવા,

કવિતા લખવામાં શબ્દોનો કોઈ રિવાજ નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract