STORYMIRROR

Bharat Parmar

Inspirational

4  

Bharat Parmar

Inspirational

રહેવાનું

રહેવાનું

1 min
272

થાય એટલું કરવાનું મોજમસ્તીમાં રહેવાનું 

કોઈને કંઈ નહીં કહેવાનું નવરા બેસી રહેવાનું

દારૂ પી પીને ફરવાનું મોજ મસ્તીમાં રહેવાનું

આઘી પાછી ના કરવાનું પંચાત કરતા રહેવાનું


ઉછીના લઈ રમવાનું ગુટખા ખાતા રહેવાનું 

આપી દઈશ કહેવાનું દીવાલે થૂંકતા રહેવાનું

સિગરેટ પીતા ફરવાનું ધુમાડા કાઢતા રહેવાનું

ગરીબ થઈને ફરવાનું મળે તે ખાતા રહેવાનું


ગામના ચોરે ચોટવાનું સરપંચની ભેળું રહેવાનું

ભોડાફૂટ નહિ કરવાનું સૌને લડાવતા રહેવાનું

પાણી ઢળે તેમ ઢળવાનું ગાંડા થઈને રહેવાનું

મિત્રો કરતા ફરવાનું એકલા કદી નહી રહેવાનું


આવું બધું નહિ કરવાનું સમજદારીથી રહેવાનું

ગમ્મત સાથે જીવવાનું સદાય હસતા રહેવાનું

સારી સંગતે ફરવાનું ઈજ્જત સાથે રહેવાનું

'વાલમ'નું નામ લેવાનું ડાહ્યા ડમરા રહેવાનું


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational