Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Inspirational Others

4.6  

Nana Mohammedamin

Inspirational Others

રહેવા દે

રહેવા દે

1 min
238


બધું સમજીને બહુ પસ્તાયો હું, હવે મને ના સમજ રહેવા દે,

કોઈની માટે હવે બદલાવું નથી મારે, હવે મને આમ જ રહેવા દે,


નબળાઈ ગણાશે મારી એ ડરથી આંસુઓ છૂપાવી રાખ્યા મેં,

આ દંભને કાયમ માટે છોડવો છે મારે, માટે હવે મને સહજ રહેવા દે,


સ્વાર્થ પૂરો થઈ જશે તો હવે લાગણીઓ પણ નહીં રહે બાકી,

ખુદના સંબંધ ટકાવવા ખાતર, એક-બીજા માટે હવે ગરજ રહેવા દે,


બસ કાંઈ નહી તો ફરિયાદ કરવા માટે મળતા રહીશું આપણે,

એક-બીજા પર અધૂરા વચનો રૂપી, માટે હવે અધૂરી અપેક્ષાનું કરજ રહેવા દે,


જગતની આપેલી એકલતાને બહુ જતનથી સાચવી રાખી છે મેં,

રોજ એ તમારી યાદ અપાવે 'નાના'ને, માટે હવે ભલે આ રંજ રહેવા દે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational