રેત
રેત
થઈ જા ને રેત તને ભીંજવું ભીંજવું ને તોય ડગલે તે પગલે તુૃં કોરો,
દરિયો તો માંગે કે ઘૂઘવ ઘૂઘવ મારી ભીતર,
તું જાણે કિનારે કસાતો કંદોરો...
માંગું છું તારી હું ચરચરતી બર્બરતા દઈ દે ઉઝરડા તુૃં ગમતા,
છીપલાં ને મોતીડાં ચરણે ધરી દઉં છું જેને તુૃં રાખે છે રમતાં;
ખૂંપી જા, ઊંડેથી ઊગી જા ઊંચેરી લહેરો તલક તારો પહેરો.
દરિયો તો માંગે કે ઘૂઘવ ઘૂઘવ મારી ભીતર,
તુૃં જાણે કિનારે કસાતો કંદોરો...

