STORYMIRROR

Narendra K Trivedi

Tragedy Others

4  

Narendra K Trivedi

Tragedy Others

રેસ્ટોરન્ટમાંથી આવે છે, ભોજન

રેસ્ટોરન્ટમાંથી આવે છે, ભોજન

1 min
369

રેસ્ટોરન્ટમાંથી આવે છે, ભોજન તો અનેરું,

તો પણ ઝૂંપડે, પીરસાય છે, ભોજન વધેલું.


રસ્તાઓ બને ટનાટન, માખણ જેવા લિસ્સા,

ધોવાઈ જાશે વરસાદે, નહીં ક્યાંય મળે પગેરું.


હતા ટોળે ટોળા, નામનાની ઝાંખીઓ પાથરવા,

હતું સ્મારક ઊભેલું, નામ નહોતું કોણે રચેલું.


વચનોની લ્હાણી, જીતી ગયા શાન થી આજે,

કુદરત રૂઠી, નેતા પાસે હતું, આશ્વાસન બચેલું.


સૂટ બુટમાં હતા,બધા ખાલી દોડતા જ્યાં ત્યાં, 

દીનની આંખો હતી ઉમદા, પહેરણ હતું જળેલું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy