STORYMIRROR

Satish Sakhiya

Tragedy

3  

Satish Sakhiya

Tragedy

રડી જવાય છે

રડી જવાય છે

1 min
13.9K


કાન દુઃખે ને આંખથી રડી જવાય છે

કાનથી કદી પણ ક્યાં રડી શકાય છે?

ચાંદ અને સૂરજ આમ તો છે સામે 

આપણાથી પણ ક્યાં અડી શકાય છે?

આંસુ ઓથી કેવું છે અંતર ભર્યું

જોને છતાં પણ ક્યાં રડી શકાય છે?

સાથે રહે અને જુવો કેવું છેતરે 

આ મનને પણ ક્યાં કળી શકાય છે? 

અશ્ચ ઈચ્છાઓ તણા કેવા ઉછળે 

તોય ખીલે પણ ક્યાં જડી શકાય છે? 

જીવવું તો બધાને છે ટોપ પર જ

છતાં બધાથી પણ ક્યાં ચડી શકાય છે?

પડે છે બંધ આંખે "સતીષ" સૌ અહીં 

બાકી તો પ્રેમમાં પણ ક્યાં પડી શકાય છે?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy