રાવણ
રાવણ


કોઈ બીજા રાવણનું દહન તો ઘણું થયું,
આજ મારી રાવણવૃત્તિને બાળી જોઉં.
હતું શીખવાનું રાવણ પાસે પણ,
જે શ્રીરામને દેખાયું,
એ ક્રોધિત લક્ષ્મણ ન જોઈ શક્યા,
ચાલ આજ હું પણ મારા રાવણની,
અચ્છાઈ શીખી જોઉં,
ચાલ 'નિપુર્ણ', આજથી કોશિશ કરી જોઉં,
મનથી રામ ન થવાય તો કઈ નહિ,
રાવણવૃત્તિને પણ ન જન્મવા દઉં.