રાત
રાત
રાત લાવે સુનેરા - સોનેરી સપનાઓ,
ટમ -ટમ તમકતા તારલિયાઓ.
મીઠો - મીઠો સુસવાટો પવન ધ્વનિ,
ઉજાગરાની નિરાંત રાતડી.
રાત ભૂલકા ને ચાંદા મામાં બતાવે,
જમાડે ચાંદ ને રત્ન સમાન ચાંદની.
શીતળતા પ્રસરે રાતડી.
ગ્રહ - નક્ષત્ર ની આકૃતિ સુંદર ચિત્રકલા કરે.
રાત ભલે અંધકારમય હોય,
રળીયામણા સપનો સાજે.
વહાલી સવારની તૈયારીનો ઉત્સાહ,
સોનેરી દિવા ઓનો સોનેરો આનંદ રચે.
રાતમાં ભલે ચામાચીડિયાનો ડર,
જેવો પાપકર્મનો અંધકાર.
શ્વાન (કુતરા)જેવો વફાદાર,
પોતાનો આત્મ કર્મ જેવો ફાનસ કર.
રાત પડે માં ના હાલરડાંનો સુર,
બાળક ની કિલકારી જેવો નાદ.
આભ ને પકડી ન શકાય તેમ,
કાલ્પનિક સપનોની મુસાફરી મફત રાતડી...
