Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chirag Padhya

Tragedy

5.0  

Chirag Padhya

Tragedy

રાત

રાત

1 min
286

નથી સમજાતું એ રાત તારું પ્રયોજન,

તું ઘોર અંધકાર કેમ ફેલાવતી જાય છે.

સૂરજ કરે છે રોશન દુનિયાને રોશનીથી,

તું સૂરજને કેમ ખુદમાં સમાવતી જાય છે.

ચાંદ તારા તો રહે છે તારા જ સથવારે,

છતાં પણ તું કેમ એકલી રહી જાય છે.

તારા કારણે તો અટકે છે દુનિયા ક્ષણભર,

તું કેમ છુપાઈને એકલી પસાર થઈ જાય છે.

નિશાચરો ઘૂમી રહ્યા તારા જ આગોશમાં,

તું કેમ અંધારાની ચાદર ઓઢી જાય છે.

દિવસના ઉજાસને તું છુપાવે છે અંધકારથી,

આશાના ચિરાગ તું કેમ બુઝાવી જાય છે.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy