STORYMIRROR

Drsatyam Barot

Classics

3  

Drsatyam Barot

Classics

રામ જીવન

રામ જીવન

1 min
27.7K




મોંયલો રાવણ સદાયે મારવાનો હોય છે,

ગર્વ જીવનનો બધોયે બાળવાનો હોય છે.


ખાસ મર્યાદા બનીને જિંદગીને માણવી,

જિંદગીનો અર્થ તો માણસ થવાનો હોય છે.


હોય પોતાનો પછી એ પારકાના દર્દનો,

જાતનો દરિયો સદા ઊલેચવાનો હોય છે.


છોડતો ના કોઇને નીંદા કરીને તોલતો,

વાત સીતાની કરે એવો જમાનો હોય છે.


પાળ બાંધી પાર દરિયો કાયમી કરવો પડે,

રામમાં આ શ્વાસ આખો ઢાળવાનો હોય છે.


ભક્ત માટે રાજગાદી કાયમી એ ત્યાગતો,

રામ મારો રોજ વનવાસે જવાનો હોય છે.


પર્વ સાચ્ચે જિંદગીને રંગવાનો હોય છે,

ગર્વ જીતી જિંદગીને માણવાનો હોય છે.


રોજ જીવનમાં ઘણાં આવ્યા કરે વનવાસ તો,

અર્થ સાચો રામજીવન જીવવાનો હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics