રાખજે પ્રભુ લાજ
રાખજે પ્રભુ લાજ
ઓ મારા ફૂલ જેવા કોમળ ધૈર્યરાજ
તારી પડખે ઊભું આખું ભારત આજ
તારી આંખોમાં નહીં આવે હવે આંસુ
તારા માતા-પિતાની નહીં જાય લાજ
માનવતા કળિયુગમાં મરી પરવારી નથી
અમે રાત-દિવસ એક કરીશું તારે કાજ
પ્રભુએ તારા પર દુઃખોનો બાંધ્યો પહાડ
માનવતાધર્મી માનવોએ પહેરાવ્યાં તાજ
બાળકમાં ભગવાન છે તે સાબીત કર્યુ
તું સૌ લોકોનાં દિલનો બન્યો સરતાજ
આજ સૌ મંદિર,મસ્જિદમાં કરે પ્રાર્થના
નાનકડાં ધૈર્યરાજની રાખજે પ્રભુ લાજ
ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી કરો મદદ
બે કર જોડી કનક કરે છે અરજ આજ
