STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Inspirational

4  

Kaushik Dave

Drama Fantasy Inspirational

રાખડી

રાખડી

1 min
350

આવ્યો છે આવ્યો છે તહેવાર આવ્યો છે

ભાઈ બહેનના સ્નેહનો પ્રસંગ આવ્યો છે,


યાદ આવે બહેનને ભાઈની બાળપણની વાત

રક્ષાબંધન પ્રસંગે એ પ્રસંગ યાદ આવ્યો છે,


ભાઈ બહેનના સ્નેહની ગાંઠ મજબૂત બને

રાખડી બાંધવાનો તહેવાર આવ્યો છે,


કંકુ ચોખા મીઠાઈ સાથે, બહેન આવી છે ભાઈના ઘરે

લાગણીશીલ બનવાનો ઉત્સવ આવ્યો છે,


આવ્યો છે આવ્યો છે, તહેવાર આવ્યો છે

ભાઈ બહેનના સ્નેહનો પ્રસંગ આવ્યો છે,


ભાઈને ગમતી રંગબેરંગી રાખડી લાવી છે

બહેનના પ્રેમનો સુંદર પ્રસંગ આવ્યો છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama