રાખ સ્વસ્થ આરોગ્ય
રાખ સ્વસ્થ આરોગ્ય
આરોગ્ય ધન સંપદા ઈશ્વરની દેન,
તન મનથી સાચવજો રાખો હેમખેમ.
મહેનત અને પરસેવાનો છે આ ફળ,
સાથે સાચવ શરીર તો જીવન સફળ.
આજના આ માનવીને,મેહનત નથી જોઈતી,
કુલરની ઠંડકમાં રહેતો હોય છે બેસી.
માનવી શરીર મળ્યુ,છે ઇશનું આ વર,
યોગ, ધ્યાન, કસરત કરી તેને નિરોગી કર.
અટપટું ને ચટપટું ખાયા ના તું કર,
આયુષ્ય તને કોઈ નહી આપશે ઉધાર.
હોટેલનું ખાઈને શરીર તારું રહ્યું છે ફુલાઇ.
જીવનશૈલી ઝડપથી રહી છે બદલાઈ.
દૌડ દૌડ દૌડ નહી તર થશે તન મેદસ્વી,
બેસી બેસી રહીશ તો થશે તું આળશી.
દરેક કર્મનો સાથ આપે છે તન મન,
સ્વસ્થ આરોગ્ય રાખી ભવસાગર તર.
