STORYMIRROR

Chirag Padhya

Inspirational Others

3  

Chirag Padhya

Inspirational Others

રાજકારણ

રાજકારણ

1 min
12.9K


રમાઈ રહ્યું રાજકારણ કારણ વગર

ભીસાઈ રહી પ્રજા કારણ વગર


નેતા કરતા લીલાલહેર પોતાના ઘરમાં

લડી રહી છે પ્રજા કારણ વગર


રચાયા જાતિવાદના ખેલ કારણ વગર

તૂટી રહ્યા બધે મનમેળ કારણ વગર


ઉપર તો બધા સમાન છે રહેતા સંપીને

નીચે રચાયા તું તું મૈં મૈં ના ખેલ કારણ વગર


બન્યા સૌ પક્ષપાતી કારણ વગર

વહેંચાયા વ્યક્તિવાદમાં કારણ વગર


ના લડતા દેખાય નેતા કદી અંદરો અંદર

લડી મર્યા કાર્યકરો કારણ વગર


મરી પરવારી લોકશાહી કારણ વગર

રહી ગઈ રાજાશાહી કારણ વગર


ચૂંટણી આવે ભલે ને પાંચ પાંચ વર્ષે

રોજ રમાય ભાગલાની રાજનીતિ કારણ વગર


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational