રાજી
રાજી

1 min

360
આપણે તો આપણામાં રાજી
બસ આપણીજ ચલાવવાની મરજી
કેરીની ઈચ્છા જો ન ફળી
એક ગોટલો જો જાય મળી
આપણે તો તોય રાજી રાજી
આપણે તો આપણામાં રાજી.
સર્વે કામ ન થાય બળથી
હું મુજ જીવન ચાલવું કળથી
ઓ શાને રે કરું કોઈને અરજી
આપણે તો આપણામાં રાજી.
મન પડે તે કેહવુ
મોજ પડે તેમ રેહવું
એમાં શું મરવાનું લાજી
આપણે તો આપણામાં રાજી.
ઉંઘ આવે તો સપનાઓ જોઉં છું
એમાં મુજ જાતને ખોઉં છું
રોજ સવાર સૂરજ સંગ હોવહું તાજી તાજી
આપણે તો આપણામાં રાજી.