પુસ્તક
પુસ્તક
કંટાળો ટાળી આનંદ અપાવે એ છે પુસ્તક,
નિયતિનો શુભ સંકેત કહેવાય છે પુસ્તક,
માનો તો જીવનનો સાચો રાહબર છે પુસ્તક,
સાથે રાખો તો, એકલતાનો મુક સાથી છે પુસ્તક,
સાહિત્યની ખાણનું અમૂલ્ય રત્ન છે પુસ્તક,
સૌ કોઈના અંતઃકરણને ઉજવળ બનાવે છે પુસ્તક,
સુખદુઃખમાં ઉભો રહેતો અડીખમ મિત્ર છે પુસ્તક,
પચાવી જાણો તો આયખાને તારે છે પુસ્તક,
વ્યક્તિના જીવન ઘડતરની ધરોહર છે પુસ્તક,
ઋષિમુનિઓના જ્ઞાન અને તપનું તપોબળ છે પુસ્તક,
આપણી સંસ્કૃતિનો દારોમદાર છે પુસ્તક,
અવિરત રહેતી જ્ઞાનગંગાનો સાગર છે પુસ્તક,
અજ્ઞાનને દૂર કરી જ્ઞાનનો દીપક જલાવે છે પુસ્તક,
જ્ઞાનપીપાસુઓ માટે તો જ્ઞાનનું દેવાલય છે પુસ્તક,
મા સમાન સંસ્કારોનું માવજતથી સિંચન કરે છે પુસ્તક,
દુનિયા આખીમાં પરિવર્તનની ક્ષમતા ધરાવે છે પુસ્તક.
