Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

4  

Parag Pandya

Romance

પુસ્તક જેવો છું હું

પુસ્તક જેવો છું હું

1 min
349


પુસ્તક જેવો છું હું, હા જૂનો જરૂર થયો છું,

પાનાં પીળા થયાં પણ અક્ષરો હજી છે કાળા !


તું બસ પાનાં પલટતી રહે હું તને એવોજ લાગીશ,

પાત્ર મુજબ બદલતો વાઘાં નટ, પણ કલાકાર એજ !


મુખપૃષ્ઠ તો પુસ્તકનું હજી એજ છે ચાંદમાં દેખાય તું,

હા, પાનાં નવાં જરૂર છે ઉમેરાયા પણ લિપિ હજી એજ !


સરનેમ તારી શું બદલાઈ તારું તો સરનામું જ બદલાયું,

ભૂલાયું મારું હોય તો મળશે પાછલાં આવરણ પર એજ !


લાગશે તને નવી બોટલમાં એજ જૂની શરાબનો નશો,

પણ તું તો સમજે છેને, શરાબ જેટલી જૂની એટલી મૉંઘી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance