STORYMIRROR

Rutambhara Thakar

Inspirational Others

3  

Rutambhara Thakar

Inspirational Others

પુરુષોત્તમ

પુરુષોત્તમ

1 min
189

મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ, 

તો

પૂર્ણ પુરુષોત્તમ એટલે શ્રીકૃષ્ણ....!


મનુષ્યત્વની લગોલગ

ચાલીને દેવત્વ પ્રાપ્ત

કરનાર એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ ...!


વિરાટ રૂપમાં સૂક્ષ્મ રહસ્યો સમજાવનાર

એટલે પુરુષોત્તમના પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ....!


વ્યવહારૂ, ચતુર અને તીક્ષ્ણ બુધ્ધિક્ષમતાના 

અધિષ્ઠાતા એટલે

પૂર્ણ પુરુષોત્તમ 

ભગવાન શ્રીકૃષ્ણ...!


ક્યારેય શસ્ત્ર નહીં ઉઠાવવાની પ્રતિજ્ઞા

લેનાર, સમય આવે

રથનાં પૈડાને જ

સુદર્શનચક્ર બનાવનાર 

 એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ...!


શરીરને રથ અને આત્માને રથનો સ્વામી જાણો...!


બુધ્ધિને સારથી અને મનને ફક્ત ઘોડાની લગામ જાણો...!

આ અતિ ગુઢતમ રહસ્ય સહજ રીતે

સમજાવનાર એટલે

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ...! 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational