પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગળુ
પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગળુ


કંઈ નથી મુજને ખબર
કે શું કામ ચાલે જાઉં છું,
જિંદગીનો ભાર ઉપાડવા
બસ કાર્ય કરતી જાઉં છું,
વેદનાની છે જે આ આગ
સળગી રહી તનબદનમાં,
ને ખોળિયાને જીવંત રાખવા
બસ શ્વાસને ભરતી જાઉં છું,
રોજગારથી જ છે
જીવનની રોશની બરકરાર,
કરે જીવનના ઉત્તમ ક્ષણોનો કરાર
છે સૌના જીવનનો સાર,
જરામા હર્ષ અનુભવી
બધા માટે લાવે ખુશી બેશુમાર,
કંઈ નથી મુજને ખબર
શું કામ ચાલે જાઉં છું,
જિંદગીનો ભાર ઉપાડવા
બસ કાર્ય કરતી જાઉં છું,