STORYMIRROR

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

પુકાર - પરિવાર ભાવના

પુકાર - પરિવાર ભાવના

1 min
253

પરિવાર હોય જેની સાથે, એની જિંદગી સદાબહાર છે,

અલગ થઈ જાય જો પરિવાર, તો એ જિંદગીની હાર છે.


બચપનમાં જેને ઘોડો બનાવીને કરી હોય સવારી,

એવા પિતાનો, જિંદગીભર મોટો આધાર છે.


મા સાથે તો જોડાયેલો હોય છે સંબંધ નાડનો,

મા છે દેવી જેવી, માનો અલૌકિક પ્યાર છે.


ભાઈ – બહેન તો, મા-બાપ તરફથી મળેલી છે અનમોલ ભેટ,

ભાઈ – બહેનનો પરસ્પર આગવો અધિકાર છે.


સંતાન બની રહે છે જિંદગીની એક અલગ કમાઈ,

સંતાન તો આપણી પેઢી આગળ વધારવાના દ્વાર છે.


પતિ-પત્નીનો સાથ તો રહે છે છેલ્લા શ્વાસ સુધી,

બે શરીર છે પણ છે એક, આત્મા એવું કરે પુરવાર છે.


પરિવારની એકતા અને ખુશી માટે કેળવજો થોડી સમજ,

પરિવાર ભાવનાની હોય જ્યાં પુકાર, ત્યાં પરવરદિગાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational