STORYMIRROR

Jn Patel

Inspirational Others

4  

Jn Patel

Inspirational Others

પત્થર

પત્થર

1 min
24.6K


ઘસાયા પછી કેટલાયને મઝલ પર હવે લઈ ગયો છું

ઘડાયા પછી સેંકડો માનવીની શ્રધ્ધા થઈ ગયો છું


ભલે ટાંકણાના થતા વાર પર વારથી હું ટંકાયો

ટંકાયા પછી તો સૌ જાણે જ છે આજ શું ગઇ ગયો છું


અમારા ઉપર જે મિનારા મઢી મંજલોમાં છે બેઠા

દટાયા પછીયે ઇમારતનો પાયો બની રઇ ગયો છું


બચાવી છે સંસ્કૃતિ જેણે, ને ચડ્યા છે ગોધનના વારે

ચણાયા પછી પાળિયામાં મઢીને નમન લઇ ગયો છું


જગત આજ ચાલ્યું છે મંજીલને પામવા મુજ હૈયે

છૂટ્યો છું પછી રામના હાથમાંથી હવે કંઇ ગયો છું !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational