પત્ર મૃત્યુ પામેલા દીકરાનો
પત્ર મૃત્યુ પામેલા દીકરાનો
નથી તું વાંઝણી, કે અનાથ,
દરેક બાળમાં મને નિહાળે જે,
કરાવી ભોજન રખડતાં બાળને,
આત્મા મારી ઠારજે,
ક્યાં મારે દૂર જવુંં હતું તારાથી ?
વ્હાલો કેવો હું તને જીવથી !
મંજૂર કરવો રહ્યો ફેસલો ખુદાનો,
રહ્યો કિસ્સો જુદાઈ નો,
બા, બાપુ રડે મારા,
હિંમત રાખી સંભાળી લેજે,
રમતાં સૌ બાળમાં,
એના કાનાને નિહાળે એવું કેજે,
ના, મારી "માં"તને ના, નથી,
તું માં છો, હૈયાફાટ રડી લેજે,
"ફાટે વાદળું દઉં થીગડું,
આભ ફાટ્યાનું હું શું કરું ?"
એ તારું છેલ્લું રુદન,
મારી સાથે છે એનું હું શું કરું?
મારા મૃત્યુ પર "માં" મારી એક જ,
અદ્રાધાર રડી હતી,
કલ્પાંત કરી, કરી ખૂબ કગરી હતી,
તે ક્યાં સૂની હતી,
મજબૂત મારી માં,
સાંભળ મારી એક વાત,
લાલ તારો એક મટી,
અનાથ બાળમાં થયો વિશાળ,
અપનાવી અનાથ બાળને, ફેંકી દે વજ્રઘાત,
મન મૂકીને સઘળું દાન દેજે,
મારી તિથિ પર,
હું ખૂબ ગર્વ કરીશ,
મારી માં તારા પર,
દાન દેજે,-
આશ્રમના, અનાથોના અભ્યાસ પર,
આરઝૂં આખરી મારી :-
માં,હેત વરસાવજે મજૂર બાળ પર,
અવાર નવાર સત્કર્મ કરજે,
મારી હેતવાળી "માં", મારા મૃત્યુ પર.
