Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

પતંગિયું

પતંગિયું

1 min
985


મારા બાગમાં ભમતું આ રંગબેરંગી પતંગિયું.

મારો દિવસ રંગીન બનાવતું આ પતંગિયું


જાણે કુદરતે આખીયે કારીગરી

જાણે એની પાંખમાં ઉતારી

આ ફૂલ થી પેલા ફૂલ અને આ ઝાડથી

પેલા ઝાડ ભમતું આ પતંગિયું


ઉત્સાહ અને ઉમંગનો ધોધ આ પતંગિયું

રંગોની પૂરી સૃષ્ટિ આ પતંગિયું

સ્પર્શ કરનારને પણ રંગોનું દાન કરતું આ પતંગિયું


દીપકના પ્રેમમાં ફના થઈ દુનિયાને

પ્રેમ નો સંદેશ આપતું આ પતંગિયું

જો ને મન પણ આ પતંગિયા જેવું

અહી તહી ઉડા ઉડ કરે


પાંખો જેવા રંગ બેરંગી શમણાં મારા

પતંગિયા ની જેમ, ઘડીક આ શમણુંતો,

ઘડીક પેલું શમણું, જોતું મારું આ ચંચળ મન.

જીવનમાં ક્યાંય સ્થિરતા

ના રહેવા દેતું મારું ચંચળ મન


આ દીપકની જ્યોત માટે પોતાનું

અસ્તિત્વ પણ ફના કરતું આ પતંગિયું

જો ને માનવ જાત પણ ભૂલી પોતાનો ધ્યેય


આ આભાસી જિંદગીની મોહ માયામાં

જિંદગી વેડફી નાખતો આ માનવી

પોતાના અસલ ધ્યેયને ભૂલતો આ માનવી


પતંગિયા જેવું ક્ષણ ભંગુર છે આ જીવન તોયે

કાયમી વસવાટ હોય એમ ભેગુ કરતો માનવી


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy