STORYMIRROR

Tanvi Tandel

Inspirational

4.8  

Tanvi Tandel

Inspirational

પતંગિયાની વાત

પતંગિયાની વાત

1 min
977


બેઠું પતંગિયું ફૂલ પર વાત કહે એની રંગતની ખાનગી,

તારી ને મારી વચ્ચે ક્યાંય ના સ્થાન લે નારાજગી,


સમય છે, વહી જશે એ લઈ આપણી મસ્તી,

જીવી લઈએ ચાલ ટહુકાની શોભિત જિંદગી,


આપી રંગ એકમેકના આભરીત કરીએ વસંત,

ક્ષણો છે રંગીલી ને શીદ ભટકીએ મૃગજળ અર્થે,


ચાલ મૂકી સરનામું ખિસ્સામાં રમીએ ઘર ઘરની રમત,

આદત પડી જશે જો સ્વાર્થી બનવાની તો થશે સંકટ,


ચાલ ક્ષણિક સંગાથ નિભાવી બનીએ મિત્ર મસ્ત....

બેઠું પતંગિયું ફૂલ પર વાત કહે એની ખાનગી.....


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational