STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Fantasy Inspirational

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Fantasy Inspirational

પતંગ

પતંગ

1 min
271

ઊડે મારો પતંગ,

ઊંચે આકાશને અંગ,

દોરીનો લઈ સંગ,

મનડું રહ્યું ના હાથમાં,

ઊડે પતંગ સંગ આભમાં,


ધાબે કિલકારી ગુંજે,

આકાશે પતંગ વીંઝે,

ગગને ગામ ગુંજે,

મનડું રહ્યું ના હાથમાં,

ઊડે પતંગ સંગ આભમાં,


પોષ મહિનાનો ખાલીપો,

ચિપાય પતંગનો ગંજીપો,

રેલાય નભનો રાજીપો,

મનડું રહ્યું ના હાથમાં,

ઊડે પતંગ સંગ આભમાં,


તલ ચિક્કી ને પાક,

બોર, જીંજરા ને શેરડી,

મમરા લાડુડી ને ખિચડો,

જલેબી ઊંધિયા ને રોટલો,

ઊડે સ્વાદ પતંગ સંગ આભમાં,


દાદા-દાદીને સંગ બાલુડા-

ઉડાડે પતંગ,

કાકા કાકી વચ્ચે જામી છે જંગ,

મામા મામીની ફાટી પતંગ,

મારો ઊંચેરો ઊડે પતંગ આભમાં,


માણસ સૌ પતંગ,

ડોર ન જાણે કોનાં હાથમાં,

શ્વાસના તાણ ડોલાવે તાનમાં,

ક્યારે કપાય ના કોઈ ભાનમાં,

ઊડે પતંગ જેમ આભમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance