પતંગ ને ફીરકી
પતંગ ને ફીરકી


ચાલે કલમ ને ગીત બની જાય,
હાથમાં માંજો ને પતંગ ઉડી જાય,
ઢીલ થોડી દો તો સંબંધ બની જાય,
આકાશમાં પતંગ ઉડી ઉડી જાય,
આજના પર્વમાં આનંદ મળી જાય,
સ્નેહના સાગરમાં સૌ ડૂબી જાય,
પતંગ ને ફીરકીનો સાથ મળી જાય,
પ્રેમના સંબંધનો પેચ લડી જાય,
હાથમાં ફીરકી ને લપેટ લપેટ થાય,
જીંદગીની પતંગો આમ જ ઉડી જાય.