પ્રયત્ન
પ્રયત્ન


મસ્ત છે ને મસ્ત જ રહે, તું દુઃખોનું પોટલું સાથે લઈ ચાલવાની કોશિશ ન કર,
ફૂલ-કાંટા સાથે જ હશે, તું કાંટાને અવગણી ફૂલોને માણવાની આદતને હસ્ત કર.
ઉતાર-ચડાવ તો જીવનનો જરૂરી હિસ્સો છે, તું એનું ધ્યાન ન કર,
મદદ મળી રહેશે, યોગ્ય રીતે, હાથને તારા લાંબો તો જરા કર.
અગાધ ઊંડાણ, દુર્ગમ પહાડ, ચંદ્ર કે પછી મંગળ, તું જ વિચાર કર,
શું નથી માનવની પહોંચમાં, જ્યાં સુધી ન મળે, તું પ્રયત્નો કર્યા તો કર.
કીડી, કરોળિયો, કાચબો કે કોઈપણ જીવ કોઈનાથી તું તારી સરખામણી જો કર,
બધાથી સારો જન્મ મળ્યો છે, બસ એકવાર તું એને સાબિત કર.
પડ્યું છે જ 'નિપુર્ણ' તારી અંદર, બસ તું એની શોધ તો નિરંતર કર,
મંઝિલ તારી રાહમાં ક્યારની ઊભી જ છે, તું પ્રયત્ન તો પુરા કર.