પર્યાવરણ
પર્યાવરણ


જીવનનો ધબકાર છે પર્યાવરણ
પ્રકૃતિનો શણગાર છે પર્યાવરણ
ના કર, આડેધડ પ્રહાર, ઓ માનવ
ગીતા રૂપી સાર છે પર્યાવરણ
કર્યા દૂષિત ધરતી, નભ ને જળ, વાયુ
માનવજાતથી લાચાર છે પર્યાવરણ
કર્યો વિનાશ વન, ઉપવનોનો નિજ સ્વાર્થે
સૃષ્ટિ સમગ્રની આ હાર છે પર્યાવરણ
આવરણ એનાં એક-એક ભેદી રહ્યો માનવ
વિનાશ માટે રહેજે તું તૈયાર, છે પર્યાવરણ
જતન કરીએ જીવની જેમ, દૂષિત થતાં બચાવીએ
પ્રકૃતિની તેજ આ રફતાર છે પર્યાવરણ,
થોભી જા માનવ, કર દરકાર આ પર્યાવરણ
સમગ્ર જીવસૃષ્ટિનો આધાર છે પર્યાવરણ.