પર્યાવરણ બચાવો
પર્યાવરણ બચાવો


પર્યાવરણ બચાવો,
પર્યાવરણ બચાવો મારા ભાઈ,
પર્યાવરણથીજ,
આ જગતની સમતુલા જાળવાઈ.
વૃક્ષ તો ધરા પરનું કલ્પવૃક્ષ,
વૃક્ષ વિના ધરતી છે રણ,
વૃક્ષ વાવી તેનુ કરજો જતન,
વૃક્ષથી લહેરાય મહેરામણ.
વૃક્ષો વાવાનો ડોળ કરીને,
ના તમે હાંકશો બડાઈ,
પર્યાવરણ બચાવો,
પર્યાવરણ બચાવો મારા ભાઈ.
હવા અને પાણીનો કરજો,
તમે વિવેકપૂર્ણ ઉપયોગ,
હવા ને પાણી વિના જગતમાં,
ઊભા થશે મોતનાં સંજોગ.
પાણી અને હવાના,
પ્રદુષણની ના વગાડો શરણાઈ,
પર્યાવરણ બચાવો,
પર્યાવરણ બચાવો મારા ભાઈ.
પ્લાસ્ટિક છે જીવતો દાનવ,
પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો,
પ્લાસ્ટિકને તમે મારો લાત,
પ્લાસ્ટિકે સર્જ્યો ગોટાળો.
આવો સાથે મળી,
પ્લાસ્ટિક સાથે લડીએ લડાઈ
પર્યાવરણ બચાવો,
પર્યાવરણ બચાવો મારા ભાઈ.