STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

પ્રવૃત્તિ કરીએ

પ્રવૃત્તિ કરીએ

1 min
376

બાળક થકી ભવિષ્ય બનશે સુંદર,

બાળક છે પ્રવૃતિનો અખંડ ભંડાર,

બાળકને ખિલવવા પ્રવૃત્તિ અવનવી કરીએ !


બાળકમાં રહેલી સર્જનાત્મતા અપાર,

પ્રવૃત્તિ કરવા પ્રેરીએ વારંવાર,

બાળકને ખિલવવા પ્રવૃત્તિ અવનવી કરીએ !


ગિલ્લી દડો અને પકડાપકડી,

બાળક રમશે સૌ દોડાદોડી,

બાળકને ખિલવવા પ્રવૃત્તિ અવનવી કરીએ !


કાગળ કાપીને કરી હોડી હોડી,

રમતમાં ભાગ લઈએ દોડી દોડી,

બાળકને ખિલવવા પ્રવૃત્તિ અવનવી કરીએ !


આકાશે ટમટમતા તારલા ગણીએ,

રમતા રમતા એકડા ભણીએ,

બાળકને ખિલવવા પ્રવૃત્તિ અવનવી કરીએ !


બાળવાર્તા સંગ બાળગીત માણીએ,

ચિત્ર દોરી કલ્પનાશક્તિ ખીલવીએ,

બાળકને ખિલવવા પ્રવૃત્તિ અવનવી કરીએ !


આંગણે પડેલી ધૂળની કરીએ દોસ્તી

મિત્રો સંગ કરીએ હળીમળી મસ્તી

બાળકને ખિલવવા પ્રવૃત્તિ અવનવી કરીએ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational