STORYMIRROR

Mahebub Sonaliya

Thriller Tragedy

3  

Mahebub Sonaliya

Thriller Tragedy

પ્રવાહોમાં ભળી જાવું

પ્રવાહોમાં ભળી જાવું

1 min
21.5K


પ્રવાહોમાં ભળી જાવું મને કેવી રીતે ફાવે?

હઠીલા આદમીને તુજ કે' ને કોણ સમજાવે?


દિવસભર રાહ જોઇ ઓટલે બેસી રહે છે માં,

ને ઘરડાઘર નો કાગળ લૈ ને સાંજે છોકરો આવે,


લખાયો ક્યાં હતો અંધાર કાયમ ભાગ્યમાં તો પણ,

ગરીબી આંધળીનો દીવડો છે કોણ પ્રગટાવે,


ગઝલ, મુક્તક, રુબાઇ, હાઈકુ, સોનેટ હો કે પદ,

ઢળીને કોઇ પણ ઢાંચામાં કેવળ લાગણી આવે,


હું પાગલ કયાં હતો કે રાતભર જાગ્યા કરું છું પણ,

ફકીરી રાતરાણી છે, દિવસને કેમ મહેકાવે?


સમજદારી ઉપર શંકા કરું છું એટલા માટે,

ભણી બે ચોપડી માબાપને સંતાન સમજાવે!


તરસની એ ચરમસીમાએ હું 'મહેબુબ' પહોચ્યો છું,

હવે તો ગટગટાવું છું હળાહળ પણ ભલે આવે.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller