Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kuntal Shah

Romance

3  

Kuntal Shah

Romance

પ્રતિક્ષાની પાનખર

પ્રતિક્ષાની પાનખર

1 min
448



તું ગયો એ પળને,

મારા અંતરે મેં ધરબી હતી..

મારા હૈયાની ભીનાશે એમાં

વિરહની તાજી કુંપળ ફૂટી..

પણ.. તું ન આવ્યો..


લાગણીનું સિંચન કરી, ને

માવજત કરી મેં એને ઉછેરી..

નાની કુંપળ ને ડાળખી ફુટી,

ને એ પ્રતિક્ષા એક છોડ બની..

પણ.. તું ન આવ્યો..


કેટકેટલી વસંત મહોરી, ને

પાનખર આવીને ચાલી ગઈ..

કેટલાં ઉનાળાએ એને મુરઝાવી,

ને કેટલાંય ચોમાસામાં એ નીતરી..

પણ..તું ન આવ્યો..


હવે એ પ્રતિક્ષા વૃક્ષ બની છે,

હવે એમાં ફૂલ નથી આવતાં..

જર્જરિત થઈ રહી છે એ..

એની ભીનાશ સુકાઈ રહી છે,

હજી, તું ન આવ્યો..!!


લાગે છે આ વખતની પાનખર

બહુ વસમી પડી છે એને..

બની શકે કે હવે ક્યારેય,

વસંતની મૌસમ ન આવે..

એ ધરાશાયી થાય એ પહેલાં,

કાશ.. !! તું આવે......!?



Rate this content
Log in