STORYMIRROR

Arjun Gadhiya

Inspirational

4  

Arjun Gadhiya

Inspirational

પ્રશ્ન

પ્રશ્ન

1 min
325

(છંદ : સ્રગ્વિણી)


પાંદડા સૌ ખરી રે ગયાં ઝાડનાં,

તોય તે ક્યાં પડી રે ગયાં ઝાડવાં ?


નીર ખારાં થયાં સૌ નદીઓ તણાં,

તોય ભૂલ્યા શું ગીતો બધાં ઝરણાં ?


સૂર્ય આડે થયાં વાદળાં કાળુડાં,

તોય તે તેજ ઘટ્યાં શું એ ભાનુના ?


ઈશ્વરી તત્વ રે એમ ના ઝૂકતાં,

રે ભલેને મોટાં સંકટો આવતાં.


તો પછી નાનકાં સંકટો આવતાં,

અર્જુનીયા શું કામે તમે હારતાં ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational