STORYMIRROR

Arun Gondhali

Romance

3  

Arun Gondhali

Romance

પ્રપોઝલ

પ્રપોઝલ

1 min
196

થોડોક પ્રેમ છે મારી પાસે, 

થોડો તમે ઉમેરી દેજો, 

જિંદગી મજેદાર જીવાઈ જશે,


મારા મલકતા ગાલમાં, 

ડિમ્પલી હસી ઉમેરી દેજો, 

પ્રશ્નો બધાં ઉકેલાય જશે, 


મારી લખાતી આ ગઝલમાં, 

એક મકતા લખી ગાશો તો, 

તાળીઓનો ગડગડાટ થઈ જાશે,


ખ્વાહિશ બહુ મોટી નથી, 

આપની સહમતી થકી

એક ઈતિહાસ લખાઈ જશે,


અભિપ્રાયો ખરા ઠરતાં નથી, 

વર્તન જવાબદાર હોય છે, 

ના વિચારો, 

ક્યારેય ઉતાવળ સારી હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance