STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

પરમ સ્મરણ

પરમ સ્મરણ

1 min
264

જે સમયે જે થવાનું હોય છે એ જ બધું થાય છે,

ને કહેવાનું હોય એ ક્યાં કદી કોઈને કહેવાય છે !


આપણાં મિલનના અવસરોની વસંતની ચાહતમાં,

જો ને વિરહની પાનખરમાં પરાણે રહેવાય છે !


એક મુક્તિના આકાશની આશ ને તારો અતૂટ લગાવ,

પાંખો હોવા છતાંય જો ને હવે ક્યાં મારાથી ઉડાય છે !


આ સંબંધોના સરોવરિયે મારેય ખીલવાના કોડ,

સોનાની સાંકળોના બંધનો એમ ક્યાં તોડાય છે !


શ્વાસે શ્વાસે માત્ર તારૂં જ "પરમ" સ્મરણ છે અવિરત,

પલકોની પાછળના બંધ તૂટીને "પાગલ" બની વહી જાય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational